એક દિવસમાં શાળાની
વર્ષ દરમિયાનની સમગ્ર પ્રવૃતિ એસ.એમ.સી.ની મિટીંગ,વાલી મિટીંગ માં લોકો સમક્ષ કેવી રીતે રજુ કરવી????????
આ બાબત શકય ન હતી.
આ બાબત પર મને એક
વિચાર આવ્યો. જે ગુજરાતની તમામ સરકારી શાળાને ઉપયોગી થાય એવો હતો....
આ વિચાર હતો ''
સરકારી શાળાની એડર્વટાઈઝનો વિડીયો''
આ વિડીયો હતો''શિક્ષણનું મહત્વ સમજાવવાનો ''
આ વિડીયો હતો''જ્ઞાતી જાતી અને ધર્મ ના ભેદભાવ ભૂલી ભિન્ન્તા માં
એકતા દર્શાવવાનો ''
આ વિડીયો હતો''શિક્ષણમાં ટેકનોલોજી સાથે તાલ મીલાવવાનો ''
આ માટે મેં શાળામાં
થતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોના
ફોટોગ્રાફ એકઠા કર્યા.
ત્યારબાદ તેમાંથી
સિલેકટેડ ફોટોગ્રાફસ ને અલગ કર્યા. આ ફોટોગ્રાફસ વિવિધ પ્રવૃતિના હતા જેમ કે બાળ
મેળો, વિજ્ઞાનદિવસ ની ઉજવણી
વગેરે....
ત્યાર બાદ ફોટોનું
સંકલન કરી વિડીયો બનાવ્યો. અને તેની સાથે
એક ગીત પણ રાખ્યુ.
ટેકનોલોજીના ઉપયોગ
દ્વારા ૧૦ મિનીટમાં વર્ષ દરમિયાનની પ્રવૃતિને બતાવવાનું શકય બન્યું
આ '' સરકારી શાળાની એડર્વટાઈઝનો વિડીયો'' એસ.એમ.સી.ની મીટીંગ ,વાલી મીટીંગ તેમજ ર૬ મી જાન્યુઆરી ના દિવસે એલ.સી.ડી. પર બતાવ્યો. સાથે
હોમ થીયેટર પણ રાખ્યુ. લોકો ને ફકત ૭ મિનીટ માં વર્ષ દરમિયાનની તમામ પ્રવૃતી
બતાવી.
હાલમાં પણ આ '' સરકારી શાળાની એડર્વટાઈઝનો વિડીયો'' વોટસઅપ ફેસબૂક ટેલીગ્રામ જેવા સોશિયલ મિડીયા
પર ફરતો રહે છે.તમારી શાળાની એડર્વટાઈઝનો વિડીયો બનાવવો હોય તો આ ફોર્મ ભરો.
ફોર્મ ભરવા અહિ ક્લિક કરો !
No comments:
Post a Comment